@@@ પસ્તાવો... (વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે... પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને શીખે છે...) અમદાવાદની મધ્યે આવેલું વિશ્રામ વૃદ્ધાશ્રમ. એ વૃદ્ધાશ્રમ ની રમ નંબર ૨૧ ની બારી પાસે બેઠેલા બે વૃદ્ધો. ઉંમરના કારણે થઈ ગયેલા વૃદ્ધો નહિ પણ પરિસ્થિતિ ના કારણે દેખાતા વૃદ્ધો. એ બારી પાસે બેઠેલા બળવંતભાઈ અને એમના પત્ની ગોમતીબેન. એમનો એકનો એક દીકરો અનિલ પોતાના માં બાપને આ ઘરડાઘરમાં આજથી લગભગ પંદર દિવસ પહેલા મૂકી ગયો હતો. બળવંતભાઈને હજી યાદ છે પંદર દિવસ પહેલાનો એ દિવસ જ્યારે એમનો દીકરો અને વહું બંનેને ઘરડાઘરમાં મૂકી ઘેર ચાલતો થયો ત્યારે બોલ્યો હતો કે..."પપ્પા, હું તમને અહીં મૂકીને જાઉં છું એમાં કશું નવું કરતો નથી... આ બાબત તો હું તમારી પાસેથીજ શીખ્યો છું. હું નાનો હતો ત્યારથી તમે અને મમ્મી દાદાજીને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાત કરતા હતા અને એક દિવસ સાચેજ આજ વૃદ્ધાશ્રમમાં એમને મૂકી ગયા હતા. હું તો તમારીજ પરંપરા આગળ વધારી રહ્યો છું..." એ દિવસે દીકરા દ્વારા બોલાયેલા આ શબ્દો બળવંતભાઈ અને ગોમતીબેન બંનેને આજ દિન સુ...