Skip to main content

Posts

Showing posts from March, 2019

સ્મશાન...

POINT OF THE TALK... (18) "સ્મશાન..." "નાનકડું એક વિચાર બીજ, વટવૃક્ષ બની જાય છે. ત્યારબાદ એની સુખદ છાયા, સૌને ગમી જાય છે. એકલ વીર બનીને કદી,ચાલી નિકળ મંજિલ ભણી, એક એક જોડાતા જશે, અને અનેક બની જાય છે..."                                   - અલ્કેશ ચાવડા 'અનુરાગ' ...અને ત્રણ માસની લાંબી માંદગી બાદ એ યુવાનના પિતા નું મૃત્યુ થયું. પરિવારના ખુબજ જવાબદાર અને માનવંતા વડીલ તરીકે એના પિતાનું મૃત્યુ એ પરિવાર માટે જાણે વજ્રઘાત સમાન હતું. પરિવારમાં આવતી દરેક સારી કે ખરાબ ઘટનાઓ કે પ્રસંગો ને પોતાની કાબેલિયતથી સુપેરે પાર પાડનાર એ વ્યક્તિનું મોત એટલે જાણે કોઈ ભક્ત પરથી ભગવાનનો હાથ જ ઉઠી ગયો હોય એટલી હદનો ખાલીપો એ પરિવાર અનુભવી રહ્યો હતો. પરિવારમાં કોઈ પ્રસંગ આવવાનો હોય તો કોઈ સભ્યને કઈ પણ ચિંતા જ ન રહેતી કારણ બધાને પરિવારના એ મોભી પર ખૂબ વિશ્વાસ કે એ છે ને બધું ખૂબ સારી રીતે પાર પડી જશે. આજે આખો પરિવાર એ વ્યક્તિનો ખાલીપો અનુભવી રહ્યો હતો. અને ગામલોકો ને પણ થતું હતું કે હવે આ પરિવાર વેરણ સેરણ થઈ જશે. મૃતક મોભીએ પોતાના કર્મો થી, પોતાના સ્વભાવ થી પરિવ

મોટી વહુ...

POINT OF THE TALK...(44) "મોટી વહું..." "પરીવાર રૂપી માળા ને, સાચવું ધાગો બની.  સાસરામાં બધી લાગણીઓ, નમી વહુઆરુ બની..."                                   - અલ્કેશ ચાવડા 'અનુરાગ' નાનપણમાં એનું સગપણ થઈ ગયેલું હોવાથી એ પરણીને આવી એ ઘરમાં કે જેની આજની પરિસ્થિતિ ખૂબ કંગાળ અને દયામણી હતી. પોતાના પિતાજીએ એનું સગપણ જ્યારે એ ઘરમાં કર્યું હતું ત્યારે એના સાસરા પક્ષનું ઘર આખા ગામજ નહિ આજુબાજુના પાંચ ગામોમાં પૂછાતું હતું. એના મોટા સસરાનો એવોતો વટ હતો કે આજુબાજુના ગામમાં કોઈનો પણ ડખો હોય એટલે પંચાત કરવામાં એ મુખ્ય ભૂમિકા ભજવતા અને ગમે એવડો મોટો ઝગડો પણ એ પતાવી દેતા. એના સસરા પક્ષમાં કોઈ મોટી જાગીરદારી ન હતી પણ પેઢીઓથી એ કુટુંબની સચ્ચાઈ અને નિટીમત્તાના કારણે સમાજ અને ગામમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી. પણ કહેવાય છે ને કે જિંદગી કદી એકધારી નથી ચાલતી. તો ક્રમ મુજબ એ કુટુંબનો સમય પણ બદલાયો. એ વહું ના મોટા સસરાનું મૃત્યુ થતા એમના પછી એમની પેઢીમાં એવું ખમીર ન આવ્યું અને સમય સાથે એ કુટુંબની પ્રતિષ્ઠામાં ઓટ આવતી ગઈ. આ બધું જાણવા અને જોવા છતાં પોતાના પિતાનું વચન રાખ

કરિયાવર

POINT OF THE TALK...(10) "કરિયાવર..." "કેમ ગણે તું મને કોઈ, નક્કામી વસ્તુ સમાન.  શું ખબર તને ઘવાય છે, કેટલું મારું સ્વમાન.  કિંમત મારી તને થશે, જીવનમાં ત્યારેજ,  કે જ્યારે સાથ છોડી જશે,મારા તનથી મારા પ્રાણ..."                             - અલ્કેશ ચાવડા 'અનુરાગ' ખાધેપીધે સુખી ગણી શકાય એવો એક પરિવાર હતો. એ પરિવારના મુખ્ય માણસ અને એકવીસ વર્ષની યુવાન દીકરીના પિતાની ગામમાં કરિયાણાની દુકાન હતી. દુકાન માંથી મહિને ત્રીસ પાંત્રીસ હજાર જેટલો નફો મળી રહેતો. પરિવારમાં એ ભાઈ પોતે એમની પત્ની યુવાન દીકરી અને એ ભાઈના પિતાશ્રી એમ કુલ મળી ચાર વ્યક્તિઓજ હતા. ચાર રૂમ વાળું મેડા બંધ મકાન પણ ખૂબ સારજ સ્થિતિમાં હતું... જેમ સૌને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે એમ એ યુવાન દીકરીના દાદાને એની પૌત્રી ખૂબ વ્હાલી હતી અને એ યુવતી પણ એના દાદા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવતી હતી. પરંતુ એના પિતાનો સ્વભાવ જરા તેજ હોવાથી એમની હાજરીમાં બિચારી દીકરી એના દાદા સાથે વાત પણ કરી શકતી ન હતી. વૃદ્ધત્વને કારણે નિસ્તેજ બની ગયેલા ઘરના વડીલ એવા એ વૃદ્ધ દાદાની સ્થિતિ એ પરિવારમાં ખૂબ દયામણી